GUJARATPADDHARIRAJKOT

Rajkot: પડધરી તાલુકાના ધૂન ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લાભાર્થીઓને ઘરઆંગણે જ યોજનાની માહિતી સાથે મળ્યા યોજનાકીય લાભો

Rajkot: લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી અને દેશને વિકસિત બનાવવાની સંકલ્પ યાત્રામાં ભાગીદાર બનાવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રાજકોટ જીલ્લાનો રથ-૨ પડધરી તાલુકાના ધૂન ગામમાં પહોંચ્યો હતો. અહીં ગામલોકો દ્વારા ઉમંગભેર રથના વધામણાં કરાયા હતા. આ તકે સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ધૂન ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી. આ તકે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વિવિધ લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાના અનુભવ વહેંચ્યા હતા. જેનાથી અન્ય લોકો પણ સરકારી યોજનાના વિવિધ લાભો લેવા પ્રેરિત થયા હતા. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પુરુષાર્થ કરવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button