
10 ફેબ્રુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
વિસનગર સીવીલમાં ૩ દિવસની પોસ્ટીગ માં મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ નો વિધાર્થી ટોપમાં વડગામ તાલુકાના પેપોળ ગામના પત્રકાર જગદીશ શ્રીમાળી નો પુત્ર કરન શ્રીમાળી ગઢા નજીક આવેલી મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ માં B.H.M.S.(તબીબી ક્ષેત્રે) અભ્યાસ કરે છે.જે વિસનગર સીવીલ હોસ્પિટલમાં ૩ દિવસની પોસ્ટીગ માં વિવિધ કોલેજ ના વિધાર્થીઓ સાથે મળીને કુલ ૪૨ મેડીકલ સ્ટુડન્ટ માં થી મર્ચન્ટ મેડીકલ કોલેજનો વિધાર્થી કરન જગદીશ ભાઇ શ્રીમાળી ૪૨ વિધાર્થીઓ માં થી ટોપ આવતા પેપોળ સરપંચ શ્રી સુરેશભાઇ ગોળ (ચૌધરી) તથા ભાજપ અગ્રણી રાજેશભાઇ જોષી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પેપોળ શ્રીમાળી સમાજના અગ્રણી પરસોત્તમભાઇ શ્રીમાળી, કનુભાઇ પંડ્યા, દિલીપ શ્રીમાળી, જ્યોત્સનાબેન શ્રીમાળી સહીત ઉપસ્થિત રહીને તબીબી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.



