BHARUCHBHARUCH CITY / TALUKOGUJARATNETRANG

નેત્રંગ ખાતેથી આદિવાસી અધિકાર યાત્રા યોજાય જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૦૯/૨૦૨૩

 

૧૩મી સપ્ટેમ્બર એટલે આદિવાસી અધિકાર દિવસ હોય છે જે અંતર્ગત નેત્રંગ લાલમંટોડી ખાતેથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ થયો હતો.જે ફોરવ્હીલ મારફતે નેત્રંગ થી આ યાત્રા નીકળી રાજપારડી, ઝઘડિયા અને વાલિયા થઈ અંકલેશ્વર પોહંચી હતી. જ્યાંથી આ પદયાત્રા કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી જ્યાં કલેકટર ને રજુઆત કરવામાં આવી.

 

આ આદિવાસી અધિકાર યાત્રામાં સ્થાનિક જી.આ.ઈ.ડી.સી માં લોકલ વ્યક્તિઓને રોજગારી, જિલ્લા માં આદિવાસી સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારનો મામલો તેમજ ભરૂચ અંકલેશ્વર શહેર માં આવેલ આદિવાસી સમાજ ની ઝુંપડ-પટ્ટીઓ ને કાયમી કરવાની માંગ સહિત જંગલ ની જમીનો આપવા બાબત જેવી બાબતો અંગે કલેકટર કચેરીએ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.

 

આ યાત્રા માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સેક્રેટરી સંદીપભાઈ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ ના અગ્રણી શેરખાન પઠાણ સહિત આદિવાસી સમાજ ના આગેવાનો અગ્રણીઓ સહિત ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button