કાલોલ શહેર સ્થિત સીવીલ કોર્ટમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

તારીખ ૨૨/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોર્ટે ના પટાંગણ મા આજ રોજ ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષ વાવીને જીવનશૈલી અપનાવીને આપણે પર્યાવરણ તથા સ્વાસ્થ્યનું રક્ષણ તથા રાષ્ટ્રની સર્વાંગી સુખાકારીમાં યોગદાન આપી શકીએ તેવા પ્રયત્ના ભાગરૂપે વિશ્ર્વ પૃથ્વી દીવસ નિમિતે ધરતીની સંભાળ રાખો,આવનારી પેઢીને બચાવો.ના પૃથ્વી દિન ના સૂત્ર ને અનુલક્ષી પ્રિન્સીપલ સિવિલ જજ અને ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ આર જી યાદવ તેમજ એડી. ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયુ આ કાર્યક્ર્મ મા કાલોલ બાર એસોસિયેશન ના પ્રમુખ આર.બી પરમાર,માજી પ્રમુખ જે.બી જોશી,ઉપપ્રમુખ,સેક્રેટરી,ટ્રેજરર અને સીની વકીલો એન.પી પટેલ,એસ.એસ શેઠ અને પી.પી સોલંકી સહિત વકીલ મંડળ ના વકીલો ઉપસ્થિત રહ્યા હતા કાલોલ બાર એસોસિયેશનના હોદ્દેદારો તેમજ તમામ વકીલો ઉપસ્થિત રહી વૃક્ષનું જતન કરવાનું તેમજ વૃક્ષારોપણ નું મહત્વ સમજીને હાજર રહેલા પદાધિકારીઓ અને તમામ વકીલ મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.












