GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પુરવઠા ગોડાઉનમા થી કાલોલના સરકારી દુકાનદારોને નિયમિત જથ્થો મેળવવામાં ટ્રાન્સપોર્ટર ના ઠાગા ઠૈયા

તારીખ ૧૩/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નું સરકારી પુરવઠા ગોડાઉન જ્યાંથી દુકાનદારોને દરેક માસનો સરકારી જથ્થો વિતરણ થાય છે આ જથ્થો વિતરણ કરવા માટે ટ્રાન્સપોર્ટ ના કોન્ટ્રાક્ટર ને જવાબદારી સોંપવામાં આવેલી છે હાલમાં ટ્રાન્સપોર્ટ ના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઇવરો ની અછત ને કારણે દુકાનદારોને નિયમિત જથ્થો મળી શકતો નથી. વધુમાં ટેમ્પો લોડિંગ કરવા માટેના મજૂરો પણ પુરવઠા ગોડાઉનમાં ઉપલબ્ધ નથી એક દુકાનદાર દ્વારા પોતે મજૂરો લઈને પુરવઠા ગોડાઉનમાં આજરોજ સવારથી ટેમ્પો લોડિંગ કરાવ્યો હતો ત્યારે એ જ સમયે ડ્રાઇવર ત્યાંથી પોબારા કરી ગયો હતો. અને બીજો ડ્રાઇવર ન મળવાથી લોડિંગ થયેલો ટેમ્પો વહેલી સવારથી પુરવઠા ગોડાઉનમાં પડી રહ્યો હતો. પુરવઠા ગોડાઉનમાં મજૂરોને મજૂરી મળતી નથી તેવી પણ ફરિયાદ ઊઠવા પામી છે વધુમાં ટ્રાન્સપોર્ટ નો કોન્ટ્રાક્ટ લેનાર જોઈએ તેટલા ડ્રાઇવરો ફાળવી શકતો નથી જેને પરિણામે દુકાનદારોને ખૂબ જ તકલીફ પડી રહી છે. પુરવઠા ગોડાઉન મેનેજરનું ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર કઈ સાંભળતો નથી તેવી પણ માહિતી મળી રહી છે.આ બાબતે પુરવઠા વિભાગ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી યોગ્ય ધ્યાન આપી ઘટતી વ્યવસ્થા કરાવે તેવી સ્થાનિક દુકાનદારોની માંગ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button