BANASKANTHAKANKREJ
થરા પાર્થ કોમ્પ્યુટર કલાસીસના ઓર્નરનું મુંબઈ ખાતે એવોર્ડ ટ્રોફી તેમજ સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવેલ.

કાંકરેજ તાલુકાના નાના ખોબલા જેવડા ભદ્રેવાડી ગામના રાવળદેવ ઉમેદભાઈ વસરામભાઈ ધંધાર્થે છેલ્લા ૧૬ વર્ષથી સ્થાઈ થઈ કોમ્પ્યુટર ક્ષેત્રમાં વિધાર્થીઓને સારૂજ્ઞાન આપી કાંકરેજ પંથકમાં નામના મેળવેલ જેની નોંધ મુંબઈ ની ડીઝીટલ ઈન્ફોર્મેશન ટેક્નોલેજી એન્ડ રિસર્ચ ફોર પ્રોફેશનલ (ડી.આઈ.ટી.આર.પી.) કંપની લઈ સમગ્ર ભારત દેશના ૧૦૦ બેસ્ટ સેન્ટરોમાંથી કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ પાર્થ કોમ્પ્યુટર કલાસીસની પસંદગી કરતા ઓર્નર ઉમેદભાઈ રાવળને મુંબઈ ખાતે ડાયરેકટર ઓફ ડી.આઈ.ટી.આર.પી.ના અમઝદ સાથે તેમજ અશનીર ગ્રોવરના વરદ હસ્તે એવોર્ડ ટ્રોફી તેમજ સર્ટીફિકેટથી સન્માનિત કારતા શુભેચ્છકો દ્વારા અઢળક શુભેચ્છાઓ અપાઈ રહી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



