
તા.૧૭/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લાના પ્રાચીન, ધાર્મિક, પ્રવાસન સ્થળોના જીર્ણોધ્ધાર, નવીનીકરણ તેમજ પાયાની સુવિધાઓમાં વધારો કરાશે
સાસદશ્રી રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના વિવિધ પ્રાચીન, ધાર્મિક, પ્રવાસન સ્થળોના જીર્ણોધ્ધાર તેમજ વિવિધ સુવિધાઓના વિસ્તરણ માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, સણોસરાના દરબારગઢ, રામોદના સ્વામિનારાયણ મંદિર, સુપેડીના મુરલી મનોહર મંદિર સહિતની વિવિધ જગ્યાઓએ નવીનીકરણ, નદી કિનારે રિવરફ્રન્ટ, રંગરોગાન, પેવર બ્લોક, રોડ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય તે પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયેલ છે. કેટલાક સ્થળોએ પ્રથમ તબક્કાના કામ પૂર્ણ થઈ ગયા છે. આ કામગીરી પી.પી.ટી.ના માધ્યમથી બેઠકમાં રજૂ થઇ હતી.
સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ લોકોની સુવિધામાં વધારો થાય તે અર્થે કામગીરીની રૂપરેખા તૈયાર કરવા અને ચાલુ કામગીરી ઝડપી આગળ વધારવા સૂચન કર્યું હતું. કલેકટરશ્રી દ્વારા આર.એન્ડ.બી. તેમજ પંચાયત વિભાગને કામગીરીની વહીવટી પ્રક્રિયા ઝડપથી આગળ વધારવા તાકીદ કરાઈ હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, પ્રાંત અધિકારીઓ સર્વે શ્રી રાજેશ આલ, સંદીપ વર્મા, વિવેક ટાંક, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.બી. વાઘમસી, ડી.સી.એફ. શ્રી તુષાર પટેલ, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર શ્રી કે.એન. ઝાલા, સહાયક પુરાતત્વ નિયામક શ્રી સંગીતાબેન રામાનુજ, પુરાતત્વ અધિક્ષક શ્રી સિદ્ધા શાહ, ધોરાજી નાયબ મામલતદાર શ્રી વી. વી. સોલંકી, સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ આર્કિટેક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








