કાલોલ એનએમજી હોસ્પીટલ માં સુપર સ્પેશિયાલિસ્ટ મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

તારીખ ૨૮/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એન એમ જી મેડિકલ ટ્રસ્ટ તેમજ ધ્યેય એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ કાલોલ ની એનએમજી હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુ.પા.ગૌ ૧૦૮ વૈષ્ણવાચાર્ય શ્રી રવિ કુમાર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ ના પ્રમુખ સતિષભાઈ શાહ,પંચમહાલ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને જીલ્લા ડોક્ટર એસોસિએશનના ડોક્ટર યોગેશભાઈ પંડ્યા અને ડોક્ટર પ્રકાશભાઈ ઠક્કર તેમજ એન એમ જી મેડિકલ ટ્રસ્ટના પ્રકાશભાઈ ગાંધી તેમજ ધ્યેય એજ્યુકેશન ટ્રસ્ટ ના શશીકાંત પરીખ, કાલોલ ભાજપ શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, ભાજપ મહામંત્રી સંજયભાઈ રાઠોડ તેમજ નરેશભાઈ શાહ,માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,માજી કોર્પોરેટર અંજનાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહારાજ શ્રી દ્વારા પોતાના પ્રવચનમાં એનએમજી મેડિકલ ટ્રસ્ટ તેમજ રેડ ક્રોસ સોસાયટી ની સેવાઓને બિરદાવી હતી ધ્યેય એજ્યુકેશન ટ્રસ્ટ ને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માણેકલાલ ગાંધીની સેવાઓને યાદ કરવામાં આવી હતી. આભારવિધિ સતીશ શાહ દ્વારા કરવામાં આવી હતી.મનોચિકિત્સક ,જનરલ સર્જન,એમડી ફિઝિશિયન, પેઈન મેનેજમેન્ટ,ઓર્થોપેડિક ડોક્ટર, સ્ત્રી રોગના નિષ્ણાત ,મેડિકલ ઓફિસર અને ફિઝિયોથેરાપિસ્ટ નિષ્ણાતો હાજર રહ્યા હતા આ પ્રસંગે સ્વૈચ્છિક રક્ત દાતાઓ દ્વારા ૧૭ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યો હતો રક્તદાતાઓને મહારાજ શ્રી ના હાથે પ્રશસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.










