
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી શ્રીસામતપર ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીના ઉજવળ ભવિષ્ય માટે શિક્ષકો દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જ્યારે સાયલા તાલુકામાં કલા ઉત્સવ વાદન સ્પર્ધા યોજવામાં આવી જેમાં મેહુલભાઈ ભરતભાઈ કોરડીયા નામનો વિદ્યાર્થી આ ઉત્સવમાં સમગ્ર તાલુકામાં તબલા વગાડી બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આવનારા સમયમાં મેહુલભાઈ કલા ઉત્સવમાં આગળ એવી શિક્ષકો તેમજ ગ્રામજનોની અપેક્ષા છે. સાથે સાથે સાયલા તાલુકા ખાતે યોજાયેલ કલા ઉત્સવ વાદન સ્પર્ધામાં શ્રી સામતપર પ્રાથમિક શાળાના આચાર્ય રામભાઈ ઠાકર અને તેમની ટીમ દ્વારા સામતપર ગામના વિદ્યાર્થી આગળ આવે તેવા અનેક પ્રયાસો કરી જહેમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા (સાયલા)
[wptube id="1252022"]




