AHAVADANG

ડાંગ જિલ્લા ભાજપના 4 નારાજ જિલ્લા સદસ્યો સભ્ય પદેથી માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતમાં હાલની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી થઈ જવા પામી છે.પરંતુ ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિનાં સભ્ય પદ અને અધ્યક્ષોની વરણીને લઈને વિવાદ ચરમ સપાટી પર તરી આવ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં અગાઉ જિલ્લા પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને 8 જેટલી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.પરંતુ આ સમિતિઓમાં પણ મનમાની થયેલ હોવાનું જણાવી ખુદ ભાજપાનાં જ 4 જિલ્લા સદસ્યોમાં ડોન બેઠક પરથી ચૂંટાયેલ બીબીબેન રમેશભાઈ ચૌધરી, બરડા બેઠક પરથી ચૂંટાયેલ લાલભાઈ ગાવીત,ગારખડી બેઠક પરથી ચૂંટાયેલ વિજયભાઈ ચૌધરી તથા આહવા-1 બેઠક પરથી ચૂંટાયેલ નીલમબેન ચૌધરીએ સમિતિનાં સભ્ય પદેથી રાજીનામુ આપી દેતા જિલ્લાનાં રાજકારણમાં જૂથબંદીનો વિવાદ ચરમ સપાટી પર તરી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.આ ચાર જિલ્લા સદસ્યોએ સમિતિનાં સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા સમિતિનાં અધ્યક્ષ પદોની વરણી પણ ઘોંચમાં મુકાઈ હતી.તેવામાં આજરોજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ ડાંગ જિલ્લાનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈ તથા ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે આ ચારેય નારાજ જિલ્લા સદસ્યોને બોલાવ્યા હતા.ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી અને ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ દ્વારા નારાજ જિલ્લા સદસ્યો સાથે મીટિંગ કરી સુખદ પરામર્શ કરતા હાલમાં આ નારાજ જિલ્લા સદસ્યો દ્વારા સમિતિનાં સભ્ય પદ માટે આપેલ રાજીનામા પરત ખેંચી લીધા છે.આ બાબતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે ભાજપા શિસ્ત અને કેડરબેઝને વરેલી પાર્ટી છે.ડાંગ જિલ્લા પંચાયતનાં ચાર નારાજ જિલ્લા સદસ્યો સાથે પરામર્શ કરતા તેઓએ પરત રાજીનામા ખેંચી લીધા છે.જેથી હાલમાં ડાંગ જિલ્લા પંચાયતમાં કોઈ વિવાદ નથી.આવનાર દિવસોમાં ભાજપાનાં હાઇકમાન્ડનાં આદેશો અનુસાર વિવિધ સમિતિનાં અધ્યક્ષોની વરણી કરાશે..

[wptube id="1252022"]
Back to top button