GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સહિત તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબે બારાત ની વિશેષ નવાફીલ નમાઝ અદા કરી.

તારીખ ૨૬/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગતરોજ મોડી રાત્રે શબે બરાત પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલની જુમ્મા મસ્જિદ આશીયાના સોસાયટીની અલેફ મસ્જીદ તેમજ બોરુ અને એરાલ સહિત વિવિધ મસ્જીદોને રોશનીથી શણગારવામાં આવી હતી.શબે બરાત પર્વ નિમિત્તે કાલોલ શહેરની જુમ્મા મસ્જિદ, રબ્બાની મસ્જીદ,અલેફ મસ્જીદ, મોહંમદી મસ્જીદ, મંદીના મસ્જીદ, મસ્જીદે ઇબ્રાહિમ અને કાશીમાબાદ સોસાયટીની હાશ્મી મસ્જીદમાં મુસ્લિમ બિરાદરોએ વિશેષ નવાફીલ નમાઝ અદા કરી હતી અને રવિવારના રોજ મોડી રાત્રે શબે બારાત ની વિશેષ નવાફીલ નમાઝ અદા કરીને દરેક મુસ્લિમ બિરાદરો પોતાના મર્હુમ માટે કાલોલ સ્થિત નુરાની કબ્રસ્તાનમાં જઇ પોતાના મર્હુમો માટે વિશેષ દુવા માંગી હતી.

[wptube id="1252022"]









