તા.૨૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.)ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (એસ.એમ.ડી.સી.)ના સભ્યો માટે રાજય કક્ષાની એક દિવસીય તાલીમ ૨૭ ડિસેમ્બર બુધવારના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૩૦ કલાકે બાયસેગ વંદે ગુજરાત ચેનલ નં. ૧ અને યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GujratEclass ના માધ્યમથી યોજાશે. જેમાં એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવતા સુધારણા માટે અમલીકૃત કાર્યક્રમ, માળખાકીય સુવિધાઓ, ડીજીટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ અને શાળા આપત્તિ અને વ્યવસ્થાપન અંગે તાલીમ અપાશે. તેમજ વોકેશનલ એજયુકેશન અને શાળા બહારના બાળકો જેવા વિષયો પર તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવનાર છે, તેમ શ્રી સોનલબેન દવે, સમગ્ર શિક્ષા અભિયાન, જિલ્લા પ્રોજેક્ટ કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.








