BANASKANTHAKANKREJ
રતનપુરામાં રામાધણી પચ્ચિમિયા પાટનું પુજન એવમ ભજન સંધ્યા ભાવાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીને અડીને આવેલ રતનપુરાના રહીશ કાંકરેજી/હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી પ્રજાપતિ અંબરામભાઈ પુંજાભાઈનું (૭૨ વર્ષની વયે) ગત તા.૨૩/૧૦/ ૨૦૨૩ ને સોમવાર ના રોજ સવારે ૫.૩૦ કલાકે દુઃખદ અવસાન થયું હતું.જેઓના અવસાન નિમિતે એમના દિવ્યાત્માને શાંતિ અર્થે તા.૦૧/૧૧/૨૦૨૩ ની રાત્રે ૮ થી સવારે ૫ કલાક સુધી સ્વ. અંબારામભાઈ પ્રજાપતિના સુપુત્રો દશરતભાઈ પ્રજાપતિ તથા દિનેશભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા રામાધણી પચ્ચિમિયા પાટનું પુજનમાં પાટ અધિપતિ મોતિવન બાપુ ખોડલા, પાટ કોટવાળ અણદાભાઈ પ્રજાપતિ થરા,એવમ ભજન સંધ્યા ભાવાંજલી અર્પણ કાર્યક્રમ પરમ પૂજ્ય મહંતશ્રી દલસુખરામબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુ શક્તિનગર હળવદવાળાની પાવન નિશ્રામાં યોજાયો હતો.જયંતીભાઈ પ્રજાપતિ શિહોરી,ભેમાભાઈ પાંચાભાઈ પ્રજાપતિ ઈન્દ્રમાણા (ભગત)ના મુખારવિંદે ગવાયેલ ભજન સત્સંગ દ્વારા ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. દલસુખરામબાપુએ શ્રદ્ધાસુમાન અર્પણ કરતા અંબારામભાઈ ના ધર્મપત્ની રતનબેન પ્રજાપતિ,પુત્ર દિનેશભાઈ/દશરથભાઈ,સુપુત્રી આશાબેન પ્રજાપતિ પાટણ, ગીતાબેન પ્રજાપતિ પાટણ,પૌત્ર બળદેવ પ્રજાપતિ/જય પ્રજાપતિ સહિત પરિવારજનો સહિત સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી. ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી પાટણના પ્રમુખ શાંતિલાલ એસ.પ્રજાપતિ,ઉપપ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ થરા, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ એન.પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વાલાભાઈ એમ. પ્રજાપતિ કાકર, સમાલ પરગણાના પ્રમુખ પરાગભાઈ પ્રજાપતિ,પૂર્વપ્રમુખ પ્રજાપતિ જેન્તીભાઈ મસરૂભાઈ બાલવા,શ્રી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રા,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બાર પરગણા) ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા,કાંકરેજ પ્રેસરિપોર્ટર નટવર પ્રજાપતિ થરા,હરિભાઈ પ્રજાપતિ માંડલા, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, ગોરધનભાઈ પ્રજાપતિ લુદ્રા સહિત વઢીયાર,કાંકરેજી/હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સગા સ્નેહીઓ હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ઈન્દ્રમાણાના ભગત ભેમાભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



