તા.૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી હતી4 જે મુજબ કપાસમાં થતા તડતડીયા કે લીલી પોપટી જેવા રોગોના નિયંત્રણ માટે એસીફેટ ૭૫% પાવડર ૨૫ ગ્રામ અને ૧૫૦૦ પીપીએમ લીમડાનું તેલ ૪૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી ૩૦-૪૦ દિવસના કપાસમાં યુરિયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કિ/ગ્રા./ હે. પૂરતી ખાતર તરીકે આપવું. અલ્ટરનેરિયા ફૂગનો રોગ લાગે નહીં તે માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીઅતા પાણીમાં મિશ્ર કરી કરી છંટકાવ કરવો. કપાસમાં વરાપ નીકળ્યા બાદ આંતરખેડ અને નિંદામણ કરવું જેના દ્વારા પાક રોગમુક્ત રહી શકશે.
[wptube id="1252022"]








