
મહેસાણા જગુદણ ગામેથી ગુમ થયેલ સીમાબેન તેમજ નવ્યાબેનની ભાળ મળે તો સંપર્ક કરો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા તાલુકાના જગુદણ ગામેથી 26 જાન્યુઆરીના રોજ 35 વર્ષીય સીમાબેન તેમજ 13 વર્ષીય નવ્યાબેન ગુમ થયેલ છે.જેઓ આજ દિન સુધી મળી આવેલ નથી.સીમાબેનને શરીરે કાળા કલરનો ડ્રેસ તથા કમરે લાલ કલરનો પાયજામો પહેરેલ છે.ધોરણ 08 સુધી અભ્યાસ સાથે તેઓ ગુજરાતી ભાષા જાણે છે. રંગે શ્યામવર્ણના અને પાતળા બાંધાના છે. પાંચ ફુટ ઉંચાઇ ધરાવે છે. આ ઉપરાંત ગુમ થયેલ નવ્યાબેને શરીરે લાલ કલરની ટી શર્ટ તથા કમરે કાળા કલરની લેંગીઝ પહેરેલ છે.ગુજરાતી ભાષા જાણે છે. રંગે શ્યાણ વર્ણના તેમજ પાતળા બાંધાના છે અને ઉંચાઇ આશરે ત્રણ ફુટ છે.આ અંગેની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા એસ.કે.જાડેજા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અખબારી યાદીમાં જણાવાયું છે
[wptube id="1252022"]





