GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના જેતપુર બસ સ્ટેન્ડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં મેદાપુર ગામના આશાસ્પદ યુવકનુ મોત

તારીખ ૧૨/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ઘટના અંગે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના મેદાપુર ગામનો ૨૧ વર્ષીય યુવક વનરાજસિંહ દશરથસિંહ ગોહિલ જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી પોતાનું પલ્સર બાઈક લઈ મેદાપુર થી કાલોલ તરફ પસાર થઈ રહ્યો હતો તે વેળાએ કાલોલથી મલાવ તરફ આવતી સફેદ કલરની આઇ ૧૦ કાર નંબર જીજે-૧૭-સી.એ.૭૬૬૧ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતા પલ્સર બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક વનરાજસિંહ રોડ પર પટકાઈ માથા અને શરીરના જમણી બાજુના અંગો પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ તેઓનુ પલસર બાઈક નુ આગલું વ્હીલ અને સ્ટેરીંગ અને જમ્પર તૂટેલી હાલતમાં હતા અક્સ્માત કરી ને કાર ચાલક પોતાની કાર રોડ ઉપર મુકી નાસી છૂટ્યો હતો જેને પગલે સ્થાનીક યુવકો ભારે રોષે ભરાયા હતા લોક ચર્ચા મુજબ કાર ચાલક મલાવ પંથકમાં આવેલ ભઠ્ઠા માલિકનો પુત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે અકસ્માતને લઈ ઘટના સ્થળે ભેગા થયેલા લોકટોળા પૈકી ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત યુવકને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો જ્યાં ફરજ પરના તબીબી અધિકારીએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના કાકા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકીની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ગુનો નોંધી મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સ્થળે જ પોતાનું વાહન મૂકી ફરાર થયેલ કાર ચાલકને ઝડપી પાડવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.૨૧ વર્ષીય યુવકના અકસ્માતે મોતના પગલે તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. અક્સ્માત ની ટકકર અને તીવ્રતા જોતા કાર ચાલકે બાઈક સવાર યુવકને ભારે જોરથી ટક્કર મારી હતી કે અક્સ્માત કરનાર કાર ની ડ્રાઈવર સાઈડ નો ભાગ તુટી ગયેલ અને બાઇક નુ વ્હીલ સહિત સ્ટેરીંગ તૂટી ગયેલ.

[wptube id="1252022"]
Back to top button