
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૦/૦૯/૨૦૨૩
*અંકલેશ્વર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક લોકોનાપ્રશ્નોના નિરાકરણ માટે સોમ-મંગળ મળશે*
*નાયબ પોલીસ અધિક્ષક કચેરી અંકલેશ્વર ડીવીઝન ખાતે બપોરે ૧૨ થી ૨ દરમિયાન મળશે.
અંકલેશ્વર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકના તાબા હેઠળના ૫ તાલુકાના લોકોની પોલિસ વિભાગને સબંધિત ફરિયાદ અને તેઓના નિરાકારણ માટે અંકલેશ્વર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેમની ઓફિસમાં દર અઠવાડિયાના સોમવાર અને મંગળવાર દરમિયાન બપોરે ૧૨ થી ૦૨ કલાક દરમિયાન રૂબરૂ મળનાર છે.
અંકલેશ્વર ડીવીઝન તાબા હેઠળ અંક્લેશ્વર, હાંસોટ, ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ તાલુકાનો સમાવેશ થાય છે. આ તાલુકાના લોકોને પોલીસ સબંધિત પ્રશ્નોના નિરાકારણ માટે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા નવી પહેલ કરવામા આવી છે. આ પાંચ તાલુકાના લોકોને પોલિસ વિભાગ સંબધિત ફરિયાદ અને નિવારણ માટે અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવાર દરમિયાન અંક્લેશ્વર કચેરી ખાતે રૂબરૂ મળી પાંચ તાલુકાના નાગરિકોની ફરિયાદો સંભાળશે અને તેઓના નિરાકરણના પ્રયાસો કરવામાં આવશે.
પોલીસ વિભાગ સબંધિત ફરિયાદોનો નિકાલ થાય તે માટે આ અભિગમ અંકલેશ્વર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. પાંચ તાલુકાના નાગરિકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓનુ નિરાકારણ કરવામાં આવશે.








