GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: કોટડા સાંગાણીના ભાડવામાં દાતાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી આધુનિક આંગણવાડીનું લોકાર્પણ કરાયુ

તા.૭/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

એક્ટિવિટી રૂમ, ટોયરૂમ, આરોગ્ય તપાસણી રૂમ, કિચન, સ્ટોર રૂમ, કિચન ગાર્ડન, રમત ગમતના સાધનો, આકર્ષિત ભીત ચિત્રોની સુવિધાઓ બાળકોને અભ્યાસ માટે કરશે આકર્ષિત

Rajkot: રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના ભાડવા મુકામે રોલેક્ષ રિંગ લિમિટેડના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી આંગણવાડીનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટરશ્રી મનીષ માદેકાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું . દાતાના સહયોગથી અદ્યતન સુવિધાયુક્ત આંગણવાડી બનાવવામાં આવી છે. જેની અંદર એક્ટિવિટી રૂમ, ટોયરૂમ, આરોગ્ય તપાસણી રૂમ, કિચન અને સ્ટોર રૂમ જેવી સુવિધા ધરાવતું કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. બહારના ગ્રાઉન્ડમાં કિચન ગાર્ડન અને રમત ગમતના વિવિધ સાધનો પણ ફીટ કરી આપવામાં આવ્યા છે. બાળકો આકર્ષિત થાય તેવા ભીત ચિત્રો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવા પેઈન્ટિંગ્સથી આંગણવાડી સુશોભિત થવા પામેલ છે. કેન્દ્રમાં કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શાકભાજીઓ ઉગાડવામાં આવ્યા છે.

આંગણવાડી માટેની રકમ સી.એસ.આર. ફંડમાંથી મંજૂર કરાવવા માટેના પૂજાબેન જોશીના સંનિષ્ઠ પ્રયાસોથી આ આંગણવાડી કેન્દ્ર બની શકયુ છે. આંગણવાડીના લોકાર્પણ સમયે સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા આકર્ષિત રીતે શણગારી લોકાર્પણ માટે ખુલ્લી મુકવા માટે તૈયાર કરાઇ હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી તેમજ મનીષ માદેકા દ્વારા સરગવાના રોપાનું રોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સરપંચશ્રી રેખાબેન, પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સી.ડી.પી.ઓ.શ્રી પૂજાબેન મામલતદારશ્રી જાડેજા, ટી.ડી.ઓ.શ્રી રીદ્ધીબેન પટેલ, પી.એસ.આઇ.શ્રી, ગામના આગેવાનો રાઘવેન્દ્રબાપુ, ભૂપેન્દ્રસિંહ બાપુ, પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button