DEDIAPADANANDODNARMADA

નર્મદા એલસીબીને મળી મોટી સફળતા, ડેડિયાપાડાના ગંગાપુર નજીકથી કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

નર્મદા એલસીબીને મળી મોટી સફળતા, ડેડિયાપાડાના ગંગાપુર નજીકથી કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

રાજપીપલા : જુનેદ ખત્રી

વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં નર્મદા જિલ્લા એલસીબી ને મોટી સફળતા મળી છે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી સાગબારા ડેડીયાપાડા રહી વિદેશી દારૂ ગુજરાતમાં લવાતો હોય છે ત્યારે એલસીબી નર્મદાને બાતમી આધારે કન્ટેનર માં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે

જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ને સાગબારા તરફથી ઇગ્લીંશ દારૂ ભરેલ કન્ટેનર આવતુ હોવાની ચોક્કસ બાતમી મળતા પો.ઇન્સ. એલસીબી બી.જી.વસાવા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી ડેડીયાપાડા થી સાગબારા તરફ જતા હાઇ-વે ઉપર બાતમીવાળા આઇસર કન્ટેનર ગંગાપુર ગામ પાસે આવતા તેને રોકી આઇસર કન્ટેનરની ઝડતી તપાસ કરતાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૭૦૬ કિ.રૂ. ૩૩,૪૩,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદર આઇસર કન્ટેનર ચાલક આરોપી બલવંતરામ અદુરામ ડારા બિશ્નોઇ રહે. બીજી કી ધાની, ગુડાહેમા ગાવ તા.ચેતલવાના જી.સાંચોર (જાલોર) રાજસ્થાન નાને પ્રોહીબીશનના કામે હસ્તગત કરી ગુનાના કામે કન્ટેનર તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ. ૪૩,૫૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે આઇસર કન્ટેનરના ડ્રાઇવરને ઝડપી પાડી વિદેશી દારૂના મોટો જથ્થો એલ્સીબીના હાથે લાગ્યો છે સાથેજ અન્ય આરોપીઓ (૧) ગીગારામ મસરારામ પ્રજાપતિ રહે. હાથી કા તલા તા.સિંધારી જી.બાડમેર રાજસ્થાન (૨) માગીલાલ મસરારામ પ્રજાપતિ રહે. હાથી કા તલા તા.સિંધારી જી,બાડમેર રાજસ્થાન સહિત આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે

 

બંને ફોટા લેવા

[wptube id="1252022"]
Back to top button