
તા.૧૯ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બોટાદમાં દેવીપૂજકની દીકરી સાથે બનેલી ક્રૂર ઘટનાને લઈ જેતપુર શહેરમાં ભારે આક્રોશ સાથે દેવીપૂજકની રેલી નીકળી હતી. જેમાં આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. નરાધમે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.

જોકે આ ઘટનાને પગલે રાજ્યભરમાં સમગ્ર દેવીપૂજક સમાજ ભારે આક્રોશની લાગણી જોવા મળી છે ત્યારે જેતપુરમાં પણ વિરોધ પ્રદશનની સાથે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

દેવીપુજક સમાજની દીકરીની હત્યા કરવામાં આવી તેના સંદર્ભે દેવીપુજક સમાજ દ્વારા રેલી કાઢીને રજૂઆત કરવામાં આવી જેતપુરના તીનબત્તી ચોક થી જેતપુર સેવાસદન સુધી દેવીપુજકો દ્વારા મોટી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જેતપુર મામલતદારને રજૂઆત કરી હતી ત્યારે જેતપુર શહેર તેમજ તાલુકામાં સમગ્ર દેવીપૂજક સમાજ દ્વારા રેલી કાઢી આરોપીને સખત સજા થાય આવી બીજી વાર કોઈ દેવીપુજક ઉપર કે કોઈ અન્ય સમાજની નાની દીકરી ઉપર આવો અત્યાચાર ન થાય એવી માંગ કરવામાં આવી હતી.








