
મોરબીની સબ જેલ ખાતે કાનુની શિક્ષણ શિબીર યોજાઈ

મોરબી: માદક દ્રવ્યોના દુરૂપયોગની વિનાશક અસરો વિશે જરૂરી જાગૃતિ લાવવા માટે દર વર્ષે 26 જૂનને ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ અથવા વિશ્વ ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને મોરબી સબ જેલ ખાતે આજે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના (જજ) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલ.એ.ડી.સી.ચીંક઼ શબાનાબેન ખોખર સાથે મુલાકાત લેવામાં આવેલ તેમજ તેઓ દ્વારા જેલમાં રહેલા બંદિવાનોને કાયદાને લગત માહિતી પ્રદાન કરી “કાનુની શિક્ષણ શિબીર કરવામાં આવેલ તેમજ ખોખરનાઓ દ્વારા અંતેવાસીઓને મકૃત કાનુની સહાય અને સલાહ અંતર્ગત માહિતી આપવામા આવી હતી. બંદિવાનોને જામીનના અધિકારો પ્રત્યે અવગત કરવામાં આવેલ હતા. સદર મુલાકાત તથા શિક્ષણ શિબીર દરમિયાન ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા તથા સુબેદાર રાજુભાઇ એન.ઝેઝરીયાનાઓ સાથે જેલ સ્ટાફના કર્મચારીઓ હાજર રહેલા હતા.










