
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક આયોજન કરવા સૂચનાઓ આપી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.
આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ,મેનપાવર મેનેજમેન્ટ,મટીરીયલ મેનેજમેન્ટ,ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,કોમ્પ્યુટરરાઇજેશન ,સાયબર સિક્યુરીટી અને આઇ.ટી, એમસીએમસી, ઇવીએમ મેનેજમેન્ટ,કમ્પલેન રીડ્રેસલ અને હેલ્પલાઇન,પરસન્સ વીથ ડિઝાબીલીટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.









