GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની મધુવન સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નં ૫૧ માંથી અંગ્રેજી દારૂની ૮૩ બોટલ સાથે એકની અટક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નં ૫૧ માં દરોડો પાડી વિદેશી દારૂની ૮૩ બોટલ સાથે આરોપી શીવરાજસિંહ રાકેશકુમાર જેઠવા ઉવ.૨૪ રહે.મધુવન સોસાયટી મકાન નં.૫૧ ત્રાજપર મોરબી-૨ મુળરહે.ગોસા તા.જી.પોરબંદરને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી.નો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]