
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૩.૨૦૨૪
હાલોલ નગરમાં ઉર્સે સૈયદના મૌલા અલી (ર.અ.)યાદમાં ઉર્સ ની ઉજવણી રવિવારે હર્ષ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં વડોદરાના ખાનકાહે એહેલે સુન્નતનાં માર્ગદર્શન હેઠળ હાલોલના હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે થી જુલૂસ નીકળ્યુ હતું.જેમાં હાલોલના મદ્રેસાઓના નાના ભૂલકાઓ અને નાની બાળાઓ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો જોડાયા હતા.ઇસ્લામ ધર્મના ચૌથા ખલીફા હઝરત સૈયદના મૌલા અલી (ર.અ.)યાદમાં આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ જુલુસ નગરના મુખ્ય માર્ગો પર થઈ હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ફૂલશહિદ બાબાની દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી જ્યારે રઝા યંગ સર્કલ કમિટી દ્વારા નિયાઝ તકસીમ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો જોડાયા હતા.










