
ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામ નજીક ટ્રેલરની કેબિનમાં લાગી આગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામ પાસે આજરોજ એક ટ્રેલરના કેબિનમા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,જોકે ટ્રેલર ચાલકની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળતા સહુએ રાહત અનુભવી હતી. આ અંગે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોમાંથી મળતી માહિતી મુજબ આજરોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામ પાસેથી પસાર થઇ રહેલ એક ટ્રેલરમાં કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, ટ્રેલરમાં આગ લાગતા ચાલકે વાહનને રોડની સાઈડમાં પાર્ક કરી દેતા ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળતા સહુએ રાહત અનુભવી હતી,જોકે ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં ટ્રેલરનો આગળનો ભાગ આગની લપેટમાં આવી જતા આગળના ભાગને મોટું નુકસાન થવા પામ્યું હતું. ઉલ્લેખનીય છેકે હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે, જેને લઇ વાહન ચાલકોએ પણ જરૂરી કાળજી રાખવી જરૂરી હોય છે, આવી ઘટનાઓ દરમિયાન સંભવિત મોટી દુર્ઘટના ટાળી શકાય.
ઝઘડિયા gidc ના ફાયર ટેન્ડર સ્થળ ઉપર પોહચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવો હતો