નવાબ સાહેબશ્રી તાલે મોહમ્મદ ખાન સિલ્વર જ્યુબિલી વિદ્યા સંકુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો

1 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભારતના હોકીના જાદુગર ધ્યાન ચંદની જન્મ જયંતી નિમિત્તે નવાબ સાહેબ શ્રી તાલે મોહમ્મદ ખાન સિલ્વર જ્યુબિલી વિદ્યા સંકુલ ખાતે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ એક થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ હર્ષ પૂર્વક ભાગ લીધો હતો વિવિધ રમતોમાં કબડ્ડી ,ખોખો , દોડ, કોટડા દોડ લીંબુ ચમચી વગેરે વિવિધ રમતોનું આયોજન થયું જેમાં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાના શિક્ષક ભાઈ બહેનોએ વિદ્યાર્થીઓને રમતગમતમાં તૈયાર કર્યા. શાળાના પી્.ટી .ના શિક્ષક શ્રી દશરથભાઈ, શ્રી હરેશભાઈ, શ્રી તોફિકભાઈ, શ્રી શબ્બીર ભાઈ એ સુંદર આયોજન કર્યું હતું. શ્રી અશ્વિનભાઈ એ એનાઉન્સમેન્ટ અને કોમેન્ટ્રી આપી હતી . શાળાના આચાર્ય ડો.નસીમબેન પઠાણે રાષ્ટ્રધ્વજ સાથે સ્પોર્ટ્સ ડે નું ઉદઘાટન કર્યું હતું. વિદ્યાર્થીઓને જીવનમાં રમત ગમતનું મહત્વ વિશે જાણકારી આપી હતી. જીવનમાં સ્વયં શિસ્ત અતિ જરૂરી છે તેની જાણકારી આપીને વિદ્યાર્થીઓને સેમ શિસ્ત પાળવા માટે કટિબદ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તમય વાતાવરણમાં પૂર્ણ થયું હતું. શાળાના ટ્રસ્ટીઓએ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.