કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કુલ ખાતે સેવક સહિત છ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો.

તારીખ ૦૧/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમજીએસ હાઈસ્કુલ મા ફરજ બજાવતા સેવક કિરીટભાઈ જોશી ૩૫ વર્ષની લાંબી સેવાઓ બાદ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા તેમજ પાંચ પ્રવાસી શિક્ષકો ને જ્ઞાન સહાયક તરીકે અન્ય શાળામા નિમણુક મળતા વિદાય સમારોહ શાળાના સરદાર હોલ ખાતે યોજયો હતો જેમા મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા, સહ મંત્રી પ્રફુલ શાહ,ખજાનચી મનોજ પરીખ તેમજ ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય કે પી પટેલ,સુપરવાઈઝર વી એ ચૌહાણ તેમજ તમામ શિક્ષકો તેમજ વીદાય લઈ રહેલા કર્મચારી ના પરીવારજનો હાજર રહ્યા હતા. નિવૃત્ત થતા કિરીટભાઈ નુ શેષ જીવન સુખદાયી અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ આપી શાલ ઓઢાડીને સન્માન કરાયુ તેમજ વિદાય લઈ રહેલા પ્રવાસી શિક્ષકો ની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ આપી. વોલીબોલ કોચ તેમજ આર્ચરી કોચ સહિત આંકડાશાસ્ત્ર અને સંસ્કૃત તેમજ અંગ્રેજી ના પ્રવાસી શિક્ષકો નો વિદાય સમારોહ યોજાયો હતો.










