નાંદોદ તાલુકાના તોરણા ગામે રાજપીપલા પોલીસે રેડ કરી ૧૦ જુગારીઓ સામે ગુનો દાખલ કર્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા પોલીસે નાંદોદ તાલુકાના તોરણા ગામે જુગાર અંગેની રેડ કરી કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધરા હેઠળ ગુનો દાખલ કર્યો છે જેમાંથી ચાર આરોપીઓ ઘટના સ્થળેથી ઝડપાઈ ગયા હતા જ્યારે છ આરોપીઓ ફરાર થઈ જતાં શોધખોળ આરંભી હતી
પોલીસે ઝડપેલા આરોપી ઇસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨,૦૭૦/- તથા દાવ ઉપરના રૂ.૧,૮૨૦/- મળી કુલ રોકડ રૂપિયા ૩,૮૯૦/- તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા પત્તા પાના મળી કુલ કિં.રૂ.૮,૮૯૦/- નો મુદામાલ તથા જુગારના સાહિત્યો કબ્જે કરી આરોપીઓ ૧) ગોપાલભાઈ કાશીભાઈ વસાવા ઉ.વ.૪૫ રહે.ગુની ફ્ળીયુ તોરણા તા.નાંદોદ જી.નર્મદા તથા (૨) પરેશભાઈ મુળજીભાઈ વસાવા ઉ.વ.૨૪ રહે.પરમાર ફળીયુ તોરણા તા.નાંદોદ જી.નર્મદા તથા (૩) કનુભાઈ છીતાભાઈ વસાવા ઉ.વ.૫૫ રહે.મોરા ટેકરી તોરણા તા.નાંદોદ જી.નર્મદા તથા (૪) કિરીટભાઈ દશરથભાઈ વસાવા ઉ.વ.૩૫ રહે.ખાડી ફળીયુ તોરણા તા.નાંદોદ જી.નર્મદા ને ઝડપી લીધા છે જ્યારે વોન્ટેડ આરોપીઓ (૫) તુલસીભાઈ ચીમનભાઈ વસાવા રહે.તોરણા ગુની ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા તથા (૬) હર્નિશભાઈ દલસુખભાઈ વસાવા રહે.તોરણા વેરાઈ ફીય તા.નાંદોદ .નર્મદા તથા (૭) વિશ્વ ભાઈ ઈશ્વરભાઈ વસાવા રહે.તોરણા મોરા ટેકરી તા.નાંદોદ જી.નર્મદા તથા (૮) અક્ષયભાઈ દારાસિંગ વસાવા રહે.તોરણા ટેકરી તા.નાંદોદ જી.નર્મદા તથા (૯) અજયભાઈ હરસંગભાઈ વસાવા રહે,તોરણા ખાડી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા તથા (૧૦) પ્રફુલભાઈ મુકેશભાઈ વસાવા હાલ રહે.તોરણા ગુની ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા મુળરહે.ભુછાડ તા.નાંદોદ જી.નર્મદા ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે