Rajkot: રાજકોટ શહેરમાં મકાન ભાડે આપતા પહેલા સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના
તા.૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી તથા દેશ બહારથી આવતા અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.
કોઈ ઔદ્યોગિક એકમો/મકાનો/બંગલા/દુકાનો/કારખાનાઓ/મકાન બાંધકામ બિલ્ડર્સ/ ટેક્ષટાઈલ ઉદ્યોગ/હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરોના માલિક / ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજુરો કે જે હાલમાં કામ પર છે તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે તેમજ તમામે Citizen Portal, Citizen First Application મારફતે તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. ૩૦ જૂન સુધી લાગુ રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.