HALOLPANCHMAHAL

હાલોલ ખાતે અશ્વિનભાઈ જોશીના કંઠે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તા.૧૬.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરનાં પાવાગઢ રોડ પર આવેલ એમ.એસ.હાઇસ્કુલ ખાતે હિન્દુ સંસ્કૃતિ સંર્વધન સમિતિ દ્વારા માં બાપને ભૂલશો નહિ અને સુપ્રસિદ્ધ આંતર રાષ્ટ્રીય ગાયક કલાકાર અશ્વિનભાઈ જોશી ના સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.જેમાં કંજરી રામજી મંદિર નાં પ.પૂ.શ્રી રામચરણદાસજી મહારાજ,હાલોલ ના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ પંચમહાલ બંજરગ દળ નાં સયોજક જલ્પેશ સુથાર,હાલોલ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે હાલોલ સહિત આજુબાજુના ગામો માંથી મોટી સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મ પ્રેમી જનતા ઉમટી હતી અને કાર્યક્રમ ને નિહાળ્યો હતો. જ્યારે અશ્વિનભાઈ જોશીએ ઉમટેલી જનમેંદની ને તેઓના મધુર કંઠે મંત્ર મુગ્ધ કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button