
તા.૨૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨.૦ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની બેડમિન્ટન અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમ રાજકોટ ખાતે તા. ૨૪ અને ૨૫ જાન્યુઆરીના રોજ કરવામા આવ્યું હતું,


જેમાં અન્ડર ૧૧ બોયઝમાં ૨૨, ગર્લ્સમાં ૨, અન્ડર ૧૪ ગર્લ્સમાં ૪૮, બોયઝ ૧૦૧,અન્ડર-૧૭ ગર્લ્સ ૪૬, બોયઝ ૭૭, ઓપન કેટેગેરીમાં ૧૫ બહેનો, ૩૨ ભાઈઓ મળી કુલ ૩૪૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામ કેટેગરીઝમાં પ્રથમ ત્રણ વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાએ જણાવ્યું છે.

[wptube id="1252022"]








