સુરેન્દ્રનગર જિલ્લા માં અલગ અલગ વિસ્તારમાં અવકાશી વીજળી પડવાના બનાવો બન્યા હતા. જેમાં સાયલા તાલુકાના અનેક સ્થળોએ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢેઢુકી ગામે દલસુખભાઈ મનુભાઈ જીડીયા ની વાડી માં જોરદાર વીજળી નો કડાકો થયો ત્યારબાદ કમોસમી વરસાદની સાથે બે ભેંસો પર વીજળી પડતા મૃત્યુ થયું હતું .જે એક ખેડૂત પરિવાર માંથી આવે છે. તેમજ હાલ ટીટોડા ગામના વતની છે જેઓ ઢેઢુકી ગામે વાડી વાવી પોતાનું ગુજરાત ચલાવે છે. જેમા અચાનક વાતાવરણમાં પલટો આવવાથી પોતાની વાડીએ બાંધેલી બે ભેંસો પર વીજળી ત્રાટકી હતી.આ ઘટના અંગે સરપંચ તથા તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતાં તેઓ દોડી ગયા હતા. જોકે વીજળી પડતા લોકોને હાનિ પહોંચ્યું નથી. આ તકે ઢેઢુકી ગ્રામ પંચાયતના તલાટી સાહેબ દલસુખભાઈ ની સાથે રહી મૃત્યુ પામેલા બે પશુઓના વળતર પેટે દલસુખભાઈ ને 57500 નો ચેક તાલુકા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.
અહેવાલ,જેસીંગભાઇ સારોલા
( સાય
લા)