HALOLPANCHMAHAL

હાલોલ બગીચામાં અસામાજિક તત્વોનો આતંક,બગીચા માં બાકડા,સાધનો સહિતની કરી ટોડ ફોડ

તા.૨૬.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના ગામ બગીચામાં ગત રાત્રિએ કેટલાક તોફાની તત્વોએ બગીચા માં લોકોને બેસવા માટે મૂકેલા તમામ બાકડા ઓ ઊંધા પાડી દઇ નુકશાન પહોંચાડતા આજે વહેલી સવારે બાગમાં મોર્નિંગ વોક કરવા માટે આવતા લોકોએ આ દ્ર્શ્યો જોઈ ચોકી ઉઠ્યા હતા તે લોકોએ આવા તોફાની નફ્ફટ તત્વો સામે ફિટકાર વરસાવી આવા ઇસમોને આવું કરવાથી શું લાભ થયો હશે તેવી ચર્ચા નો વિષય બન્યો હતો.હાલોલ નગર ખાતે એક માત્ર સમ ખાવા પૂરતો વર્ષો જૂનો એક બગીચો નગર પાલિકા ભવન ની બાજુમાં આવેલો છે.આ બગીચામાં જે તે સમયના સત્તાધિશોએ બગીચાની જમીનમાં નગર પાલિકાનો કોમ્યુનિટી હોલ અને નગર પાલિકા ભવન બનાવી દીધું છે તદ ઉપરાંત પાછલ નાં ભાગે આરોગ્ય વિભાગ બનાવી દેતા બગીચો નાનો થઈ ગયો છે બગીચામાં લોકો શાંતિ નાં માહોલમાં બે ઘડી બેસવા માટે તેમજ નાના બાળકો ને રમાડવા માટે આ બગીચામાં આવતા હોય છે.પાલિકા દ્વારા બગીચામાં આવનાર લોકોને બેસવા માટે બાકડા મૂકવા માં આવ્યા છે.જે બાકડા ઓને ગત રાત્રિએ તોફાની તત્વોએ બાગમાં આવેલા તમામ બાકડા ઓ ઊંધા પાડી બાકડા ને નુકશાન પહોંચાડ્યું છે તેવીજ રીતે તાજેતરમાં રેતી સિમેન્ટ કોક્રિંટ થી બનાવેલ કુટીર ની અંદર મૂકેલા લોખંડ નાં બાકડા ઓને પણ નીચે ફેંકી દઇ ભારે નુકશાન પહોંચાડ્યું છે.જેને લઇ આવા તત્વોને શોધી શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવી જોઈએ.ઉપરાંત બગીચામાં કેટલાક લોકો ક્રિકેટ નો કે ફૂટબોલ નું મેદાન હોય તેમ સમજી લોકો બેઠા હોય ત્યારે ગમે તેમ રીતે રમતા હોય છે આવા સમયે કોઈ આ રમતા લોકોને કહે કે આ રમવાની જગ્યા નથી તેવા સમયે કેટલાક ઝઘડાઓ પણ થતા હોય છે.આ બનાવને લઇને નગર પાલિકા નાં સત્તાધિશો ને જાણ થતા આ બનાવ અંગે પોલીસે ને જાણ કરતા પોલીસ પણ બગીચા ખાતે પહોંચી હતી.બગીચામાં તોફાની તત્વો દ્વારા કરવામાં આવેલા નુકશાન અંગેની વાત નગરમાં વાયુવેગે ફેલાતા લોકો બગીચા ખાતે દોડી આવ્યા હતા.આ બનાવ બાબતે પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે પાલિકા દ્વારા બગીચાના દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે કેમ તેમજ સિક્યુરીટી રાખવામાં આવ્યો છે કે કેમ અને જો રાખવામાં આવ્યો હોય તો તે કર્મચારી ફરજ બજાવે છે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.જાણવા મળેલી માહિતી મુજબ પાલિકા ભવન અને બગીચો આજુબાજુમાં જ આવેલો છે જેને લઇ નગર પાલિકા ભવન ની દેખરેખ રાખવા માટે રાખેલ સિક્યુરિટી બગીચાની પણ દેખરેખ તેજ સિક્યુરિટી રાખે છે.પાલિકા દ્વારા હાલોલ બગીચા માટે વર્ષે દહાડે સાત થી દસ લાખ રૂપિયા નો ખર્ચ કરે છે.એટલે કે પાંચ વર્ષમાં બગીચાના લાલન પાલન માટે પાંત્રીસ થી પચાસ લાખ રૂપિયા સ્વ ભન્ડોળ તથા સરકારી ગ્રાન્ટમાથી ખર્ચ કરવા માં આવે છે છતા બગીચાની હાલત ઉજ્જળ અને વેરાન જગ્યા સમાન બની ગયું છે.

[wptube id="1252022"]
Back to top button