Kankrej : થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા પ્રથમ સન્માન સમારોહ યોજાયો.

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક,વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો.આ સિવાય
પણ શિક્ષણ,ખેતીવાડી,જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું.પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી.તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.આવી મહાન
વિભુતીના નામે જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ ખાતે સમાજના સહિયારા સહયોગથી સારીએવી કામગીરી જેવીકે ચોપડા વિતરણ,કોચીન કલાસ,પાલક માતા પિતા યોજનાની કાર્યવાહી કરતી સંસ્થા દ્વારા કાંકરેજ તાલુકાના
વહેપારી મથક થરામાં આવેલ શ્રી ઓગડવિદ્યા ના પ્રાર્થના હોલમાં આજરોજ તા.૧૦/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા આયોજિત સમગ્ર કાંકરેજ તાલુકાના અનુસુચિત જાતી
સમાજના ૧૦૭ તેજસ્વી વિધાર્થીઓનો,૨૭ નવનિયુક્ત કર્મચારીઓ,૧૧ વયનિવૃત થનાર કર્મચારીઓનો તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ૧૩ વિધાર્થીઓનો પ્રથમ સન્માન સમારોહ પરમ પુજ્ય સંતશ્રી જામનાથબાપુ થરાદ આશ્રમ,પરમ પુજ્ય સંતશ્રી કરશનદાસબાપુ રાધનપુર,પરમ પુજ્ય સંતશ્રી રાજારામબાપુ ઝાલમોરના પાવન નિશ્રામાં કાંકરેજ તાલુકા ન્યાય સમિતિના પૂર્વચેરમેન મેવાભાઈ એમ.સોલંકી (સમણવા)ના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટક દિનેશભાઈ બી.પરમાર એડવોકેટ, રત્નાભાઈ ડી.ચાંચાણી અનુજાતિ મોરચો અમદાવાદ શહેર મંત્રી, રમેશભાઈ ડી.પરમાર ની હાજરી માં યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. પ્રમુખ જીતેન્દ્રકુમાર સી.સાંપરિયાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મહામંત્રી મહેશકુમાર બી.પરમાર શિક્ષક દિયોદર, ખજાનચી ચંપકભાઈ એસ. પરમાર શિક્ષક થરા,ઉપ પ્રમુખ ભેમજીભાઈ વી.બુકોલીયા, એડવોકેટ વિક્રમકુમાર કે.પરમાર, એડવોકેટ દિલીપકુમાર એ. બુકેલીયા જાખેલ,જગદીશભાઈ પી.મકવાણા સહિત દરેક ટ્રસ્ટીઓ તેમજ તેજસ્વી
તારલા સમિતિ દ્વારા દાતાઓ તથા પધારેલ મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વિધાર્થીઓને કોલેજ બેગ, પુસ્તકો,શિલ્ડ,ફાઇલ,સર્ટીફિકેટ વિથ ફ્રેમ,બાબા સાહેબ ની છબી ઉત્સાહિત કર્યા હતા.ત્યારે થરા નગર પાલીકા પૂર્વ પ્રમુખ વિનોદજી રેવાજી ઠાકોર, સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ચતુરભાઈ બી.સાંપરિયા આણંદપુરાવાળાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા




