કાલોલના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં નાના બાળકો સહિત 22 લોકો આગની ઝપેટમાં આવ્યાં

તારીખ ૧૮/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના રામનાથ ગામે ગતરોજ સમી સાંજે થયેલી આગ હોનારતમાં નાના બાળકો અને મહિલા-પુષો મળી અંદાજીત 22 લોકો આગની જવાળાઓમાં લપેટાયા હતાં. સ્થાનીક નાગરીકોની રાહત કામગીરીથી ગંભીર અને અતિગંભીર રીતે દાઝી ગયેલા આ તમામને ૧૦૮ એબ્યુલન્સ સેવાઓ મારફતે પ્રાથમિક સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. દાણ ઘટનાને પગલે નાનકડા રામનાથ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘરેલું રાંધણ ગેસના બોટલમાં થયેલા વિસ્ફોટને લઇ ઘટના બની હોવાના પ્રાથમિક અહેવાલો બહાર આવ્યા છે.જે મુજબ આજે સમી સાંજે કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં રહેતા જયંતીભાઇ રાવળના મકાનમાં ઘરેલું ગેસ સિલેન્ડરની આસપાસ કોઇ અગમ્ય કારણોસર સામાન્ય આગે દેખા દિધી હતી. જેને બુઝાવવા આસપાસના રહીશો સાથે દોડી ગયા હતાં.ઘટના શું હતી તે જાણવા માટે કેટલાક બાળકો પણ મકાનમાં પહોંચ્યાં હતાં ત્યારે આગે અચાનક વિકરાળ સ્વપ ધારણ કરતાં નજીકમાં રહેલો ઘરેલું રાંધણગેસનો બોટલ આગની જવાળાઓમાં લપેટાયો હતો. જે બાદ ભયંકર વિસ્ફોટ સાથે બોટલ ફાટતાં લાગેલી આગ બુઝાવવા માટે પહોંચેલા મહિલા-પુષો અને નજીક ઉભેલા બાળકો ગંભીર રીતે દાઝી યાં હતાં. આગની ઘટનાને લઇ અચાનક ઉભી થયેલા ગંભીર પરિસ્થિતીઓ મઘ્યે સ્થાનીક નાગરીકોની સમય સૂચકતા અને રાહતકાર્યોના પગલે ભારે જહેમતો બાદ આગની જવાળાઓથી ભયંકર દાઝી ગયેલા તમામને ઘરની બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. સેવાકાર્યમાં જોતરાયે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફ માટે કાલોલ પોલીસે આગઉથી જ રસ્તાઓ ખૂલ્લા કરી દિધા હતાં.કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે આવી પહોંચેલા તમામ પડીતોની તબીબી સારવાર માટે હોસ્પિટલ સ્ટાફ અને સાથે જરી દવાઓનો જથ્થો ઓછો પડતાં ખાનગી મેડીકલ સ્ટોર પરથી દવા-સારવારના સાધનો ઉપલબ્ધ કરતાં પ્રાથમિક સારવારો બાદ વધુ સારવાર માટે તમામને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.ઘટનાની જાણાં થતાં સ્થાનીક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમેતના આગેવાનો મારતી મોટરે ગોધરા હોસ્પિટલ ખાતે પહોંચી દોડી જઇ પિડીતોની સેવાકાર્યમાં જોડાયા હતાં. છેલ્લે મળતાં અહેવાલો મુજબ દાઝી ગયેલાઓ પૈકી ગંભીર રીતે દાઝેલા ૬ જેટલા મહિલા પુષોને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જયાં ૧૮ પંચમહાલ લોકસભાના ભાજપા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સહીતના ટેકોદારોએ તાત્કાલિક સારવાર માટેની જરી વ્યવસ્થાઓ કરાવી હતી.વડોદરા ખાતે ખસેડાયેલા તમામની હાલત સ્થિર છતાં નાજૂક હોવાનું જણાવાયું હતું.મળતી માહિતી મુજબ રાહતકાર્યો પછીની કામગીરીઓ માટે કાલોલ પોલીસ સાથે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી વર્ગે ઘટનાનું બારીકાઇથી નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી હતી. બોટલમાં વિસ્ફોટ કેવા સંજોગોમાં થયો તેની જાણકારીઓ માટે એફએસએલની મદદ લેવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓ મારફતે જાણવા મળ્યું હતું. કાયદેસરના નિરિક્ષણો દરમ્યાન રાંધણગેસના બોટલમાં વિસ્ફોટની તિવ્રતાથી આસપાસના મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા હોવાની માહિતીઓ સામે આવી છે.આ તબકકે ઇમરજન્સી સેવાઓમાં કાલોલ રેફરલ હોસ્પિટલની બેદરકારી અને નિષ્ફળતાઓ જેવું ભોપાળું બહાર આવતા રામનાથ ગ્રામજનો રોષે ભરાયા હતાં.












