GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ગુરુકુળ નું ૧૦૦ ટકા પરિણામ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૦૫.૨૦૨૪

માર્ચ ૨૦૨૪ માં યોજાયેલ ધોરણ ૧૦ એસ એસ સી ની પરીક્ષા નું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ગુરુકુળ નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.જેમાં સિદ્ધાર્થ પરમાર ૯૫.૮૨ પર્સન્ટાઈલ મેળવી શાળામા પ્રથમ જ્યારે નિખિલસિંહ રાજપૂત ૮૮.૬૯ પર્સન્ટાઈલ મેળવી શાળામા બીજા સ્થાને જ્યારે યુગકુમાર તુવર ૮૮.૬૭ પર્સન્ટાઈલ મેળવી શાળામા ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જેને લઇ નિષ્ઠા વિદ્યા મંદિર ના શાળા પરિવાર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button