GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વડોદરા રોડ પર એસટી બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,એક્ટિવા ચાલક વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૭.૧૦.૨૦૨૩

હાલોલ વડોદરા રોડ ઉપર આવેલા સીએનજી ગેસ પમ્પ સ્ટેશન ની સામે એક એક્ટિવા ચાલક ને એસટી બસ ની ટક્કર વાગતા સર્જાયેલા અકસ્માત માં એક્ટિવા ચાલક ને ગંભીર ઇજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.હાલોલ ના ધ્રુવલ ચિનુભાઈ પટેલ પોતાની એક્ટિવા ઉપર હાલોલ જ્યોતિ સર્કલ થી હાલોલ ગામ માં આવતા હતા ત્યારે ઝાલોદ થી ઓલપાડ પેસેન્જર લઈ જતી સરકારી એસટી બસ હાલોલ ડેપો માંથી નીકળી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે સીએનજી ગેસ પમ્પ સ્ટેશન પાસે એસટી બસ ચાલકે એસટી બસ ને રોંગ સાઈડમાં લઇ જઇ હાલોલ તરફ અંદર આવવા ના ટ્રેક ઉપર હંકારતા સામે થી આવી રહેલા એક્ટિવા ચાલક ને અડફેટે લીધો હતો.એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થતા અકસ્માત સ્થળે લોકટોળા ઉમટયા હતા.જ્યારે 108 એમ્બ્યુલન્સ માં યુવક ને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.પરંતુ માથાના ભાગે વધુ ઇજાઓ પહોંચી હોઈ રેફરલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો.

[wptube id="1252022"]
Back to top button