
આસીફ શેખ લુણાવાડા
કડાણા ના ભેમાપુર ખાતે ડ્રોન દ્રારા 5 હેકટર જંગલ વિસ્તારમાં 60 કિલો બીજનો છટકાવ કરવામાં આવ્યો.
કડાણા તાલુકાના જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા વન વિભાગ દ્રારા ડ્રોન ટેકનોલોજી થકી એરિયલ સીડિંગ કરવામાં આવ્યું હતું

કડાણા તાલુકા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે. ચોમાસામાં ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવા વિવિધ પ્રકારના 4 લાખ જેટલા રોપા ઉછેરી રોપાવાની તૈયારીઓ ચાલી રહી છે આ ઉપરાંત તાલુકાના ભેમાપુર જ્યાં ચાલીને જવું અશક્ય છે તેવા 5 હેકટર વન વિસ્તારને હરિયાળો બનાવવા ડ્રોન દ્રારા વાવણી કરી ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ચોમાસામાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્રોલોજી થકી કડાણા વન વિભાગના મુનપુર રેન્જ આર એફ ઓ આઈ.એન.સિંધી દ્રારા ભેમાપુર ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવ્યું હતું મહીસાગર જીલ્લા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જીલ્લાના વન વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે જે સંદર્ભે મુનપુર રેન્જ આર એફ ઓ અને વન કર્મીઓ દ્રારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાલુકાના વન વિસ્તારના દુર્ગમ ભાગોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.આ વિસ્તારમાં ડ્રોન દ્વારા જુદી જુદી જાતોના બિયારણ જેવા કે ખેર, વાસ, ખાખરો, બોર, સાગ વિગેરે વૃક્ષોના જાતોના 60 કિલો બિયારણના બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લો કોસ્ટ ટેકનોલોજી ઉપયોગી કરી ડુંગરાળ વિસ્તારને રળીયામણો અને હરિયાળો બનાવવા માટે હાલ વન વિભાગ દ્રારા આ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે જે આવનાર સમય માં આ વિસ્તારના જંગલો મા લીલાછમ દ્રષ્યો જોવા મળશે








