
ઇરાકના ઉત્તરી શહેર એરવિલ પાસે એક યૂનિવર્સિટીની હોસ્ટેલમાં આગ લાગતા 14 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના એરવિલના સોરન શહેરમાં બની હતી.
રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શુક્રવારની રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.

[wptube id="1252022"]









