MAHISAGARSANTRAMPUR

મહિસાગરમાં શિકારીઓએ શિકાર માટે ગોળી છોડી, ગોળી મહિલા અને વાગતા ઇજાગ્રસ્ત

રિપોર્ટર
અમિન કોઠારી મહીસાગર

મહીસાગરમાં શિકારીઓએ શિકાર માટે ગોળી છોડી, મહિલાને વાગતા ઈજાગ્રસ્ત

 

મહીસાગર જિલ્લામાં અવારનવાર શિકાર કરાયાની બુમો પડતી રહે છે. ઘણા શિકારીઓને પોલીસે સકંજામાં પણ લઈ લીધા છે અને હજુ ઘણા શિકારીઓ બેફામ શિકાર કરતા રહે છે. અહીં શિકારીઓ ખાનપુર તાલુકાના એક ગામમાં ભૂંડનો શિકાર કરવા જતા ગોળી મહિલાને વાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે મામલાની વધુ તજવીજ હાથ ધરતા શિકારી ટોળકીને પકડી પાડી છે.

શું બન્યો હતો બનાવ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખાતું ડામોરની મુવાડી ગામે આવેલ જંગલમાં સાત મેના રોજ જંગલી પ્રાણીનો શિકાર કરવા માટે આવેલી શિકારી ટોળકી દ્વારા ભૂંડનો શિકાર કરવા માટે બદુકમાંથી ગોળી છોડવામાં આવી હતી. જે ગોળી જંગલમાં ફરતા ભુંડને મારી નાખીને જંગલમાં લાકડા વીણતી મહિલા મણી બેનને કમરમાં પાછળના ભાગે વાગી ગઈ હતી. ગોળી વાગતા ઇજા પહોંચી હતી અને શિકારીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ઘયાલ મણીબેનને 108 મારફતે લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા.

બાતમીને આધારે પકડાયા શિકારીઓ

 


આ સમગ્ર ઘટના બાબતે બકોર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મહીસાગર જિલ્લા પોલીસે શિકારી ટોળકીની શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બાકોર પોલીસને અંગત બાતમીદારથી બાતમી મળી કે જંગલમાં જે ગોળી છોડવામાં આવી હતી તે શિકારી ટોળકીના ઈસમો પોતાના ઘરે આવ્યા છે. બાતમીને આધારે પોલીસ ત્યાં જઇ તપાસ કરતા શખ્સો ઘરે મળી આવ્યા હતા. પોલીસે તેઓને પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણ શિકારીઓ રમેશ વાલા બારીયા, સુરમ ગેદાલ બારીયા અને જુવાન રૂપા બારીયા તે તમામ આરોપી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામના છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને સાથે રાખી તેઓના ઘરે તપાસ કરતા ગુનામાં વપરાયેલું હથિયાર કબ્જે લઇ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

શિકારીઓને ખબર હતી કે ખાતુ ડામોરની મુવાડી ગામે આવેલા રાયસનભાઇ મણીયાભાઇ રાવળના ખેતર નજીક છાપરાવાળી જમીન નજીક આવેલા જંગલમા જંગલની નજીક ખેતરો તેમજ રહેઠાણ મકાનો હોવાનું જાણવા છતા તેમજ જંગલ વિસ્તારમાં માણસોની અવર – જવર રહેતી હોવા છતા શિકાર કરવામાં આવતો હતો. બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે તો જંગલમાં અવર-જવર તેમજ કામ કરતી વ્યક્તીને બંદૂકની ગોળી વાગવાથી ઇજા કે જાનહાની થવાની જાણકારી હોવા છતા બંદૂકમાંથી ગોળી છોડી શિકાર કરતા હતા. જેના કારણે લાકડા વિણતી નિર્દોષ મહિલા બંદૂકમાંથી છોડવામાં આવેલી ગોળીનો ભોગ બની હતી અને ઘાયલ થઈ ગઈ હતી.

[wptube id="1252022"]
Back to top button