GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર થી ચલાલી જોડતા રસ્તા ઉપર તાર બાંધી કાંટા મૂક્યા અને લૂંટફાટ ના ઇરાદાથી રસ્તો બંધ કર્યો હોવાની શંકા

તારીખ ૩/૧૦/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર થી ચલાલી જોડતા માર્ગ ઉપર ખાડા પડ્યા છે અને રાહદારીઓને જવા આવવા મુશ્કેલીઓ પડે છે ત્યારે વધુ એક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાતના ૯:૩૦ ની આજુબાજુના સમયે રસ્તા ઉપર તાર બાંધી કાંટા મૂક્યા અને લૂંટફાટ ના ઇરાદાથી રસ્તો બંધ કર્યો હોઈ તેમ લાગી રહ્યું છે ૧૦ દિવસ થી આવી રીતે હેરાન ગતિ થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે તો રાત્રી દરમિયાન કોઈ અણબનાવ ના બને તે હેતુથી ચલાલી થી વેજલપુર જોડતા માર્ગ ઉપર સઘન પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે અને આવું કૃત્ય કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠી છે..
[wptube id="1252022"]









