
તા.૨૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
ઉનાળુ શાકભાજીના પાકમાં થતા રોગો, જીવાત વગેરે અટકાવવા અને પાકમાં ઉત્પાદન વધે તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા નીચે મુજબના ઉપાયો સૂચવાયા છે.

ઉનાળુ વેલાવાળા શાકભાજી જેમાં મુખ્યત્વે ભીંડા, તુરીયા, દૂધી, ગલકા, કારેલા, ગુવાર, કાકડી, તરબૂચ વગેરેના પાકોમાં થ્રિપ્સ અને સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી અને ડાયફેનથાયુરોન ૧૫ ગ્રામ અથવા લેમ્બડા સાયહેલોથ્રિન ૧૫ મિલી દવાને ૧૦ લીટર પાણીને મિશ્ર કરી છાંટકાવ કરવો. વેલાવાળા ઉનાળુ શાકભાજીમાં તળછારાનાં રોગના નિયંત્રણ માટે રિડૉમિલ દવા ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટકાવ કરવો. વેલાવાળા શાકભાજીમાં પરાગનયનની પ્રક્રિયા સારી થાય તે માટે હળવા અને ટૂંકાગાળાના પિયતથી જમીનમાં ભેજ જાળવવો જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.








