GUJARATJETPURRAJKOT

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ મતદારોને લાભ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

તા.૨૦/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ભારતીય ચૂંટણી પંચની તા.૧.૧.૨૪ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સુચના મુજબ સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ ૧૭ ઓકટોબરના રોજ કરવામાં આવશે., આ અંગેના હકક દાવા અને વાંધા અરજીઓ ૧૭ ઓકટોબરથી ૩૦ નવેમ્ર સુધી કરી શકાશે,

મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.૨૮ અને ૨૯ ઓકટોબર તથા ૪ અને ૫ નવેમ્બરે યોજાશે, જે અંગેના હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ ૨૬ ડીસેમ્બર સુધીમાં કરવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.૧.૧.૨૪ના રોજ કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫.૧.૨૪ના રોજ કરવાની રહેશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button