
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ચીખલા ગામ ખાતે પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિને મનમાં લાગી આવતા પતિએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.વઘઈ તાલુકાનાં ચિખલા ગામ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ભૈયાજીભાઈ ખાંડવી (ઉ. વ.૩૦) અને તેમની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા કે અણબનાવ થતા પત્ની રિસાઈને તેણીના પિયરમાં જતી રહી હતી.પત્ની પિયરમાં જતી રહેતા પતિને મનમાં દુઃખ લાગી આવ્યુ હતું.જે બાદ પતિએ ઘરમાં પડેલ ભીંડા ઉપર છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જોકે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.આ બનાવને લઈને વઘઈ પોલીસની ટીમે અમોતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
[wptube id="1252022"]