GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ માંચી ચાચર ચોક માં વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ દુકાનો તેમજ મકાન તથા રહેણાંક મકાનોના પરીવારો દ્વારા પોતાની આજીવિકા માટે હંગામી/કાયમી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર ને રજૂઆત.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૫.૯.૨૦૨૩

યાત્રાધામ પાવાગઢ માંચી ચાચર ચોક માં વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ દુકાનો તેમજ મકાન તથા રહેણાંક મકાનો ના પરીવાર દ્વવારા પોતાની આજીવિકા માટે હંગામી/કાયમી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે સ્થાપિત કરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર ને એક લેખીત નમ્ર અરજ કરવામાં આવી છે.તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર ને કરવામાં આવેલ નમ્ર અરજમાં જણાવ્યું હતું કે પાવાગઢ ના માંચી ચોક તથા દાદરમાં ઓછામાં ઓછી 35/40 દુકાનો તથા રહેણાંક મકાનો હતા. અમારા પૂર્વજો પાવાગઢ માં 75 થી 80 વર્ષ પહેલા આજીવિકા માટે આવ્યા હતા. તેમાંથી 8 પરિવાર ને જિલ્લા લોકલ બોર્ડ વખતે પ્લોટ ફાળવેલ છે.આ સ્થળે રહી ને ગુજરાન ચલાવતા હતા.હાલમાં 200 જેટલા વ્યકિતીઓના પરિવાર સહીત આ સ્થાને રહીએ છીએ અમારા પૂર્વજોની જગ્યાએ દુકાનો પર વેપાર ધંધો કરી ગુજરાન ચલાવીએ છીએ આ સિવાય અમારી આજીવીકાનું કોઈ સાધન નથી.દરમ્યાન અચાનક વહીવટી તંત્ર દ્વાર 15 મી સપ્ટેમ્બર ના રોજ આ દુકાનો તોડી પાડવામાં આવી છે.જેને કારણે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે. અને અમે રોજી રોટી વગરના થઇ ગયેલ છે. અમારા પરિવાર નું ભરણ પોષણ માટે અમારી પાસે કોઈ સાધન ના હોઈ જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે.અમારા બાળકો શાળામાં અભ્યાસ કરે છે તેમના માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે.આ પરિસ્થિતિ નું નિવારણ કરવા તાત્કાલિક હંગામી વ્યવસ્થા કરવા અરજ કરવામાં આવી છે.આ ઉપરાંત પાવાગઢ માંચી ખાતે આવતા યાત્રાળુઓને ખાવાની પીવાના પાણી તેમજ અન્ય નાસ્તાની સુવિધા આ તેમજ પૂજાની સામગ્રી દુકાનો થકી મળતી હતી. છેલ્લા એક વર્ષ થી પાવાગઢ ખાતે આવતા યાત્રાળુઓની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે.વર્ષ દરમ્યાન લાખોની સંખ્યા માં આવતા યાત્રાળુઓને અમારી દુકાનો તૂટી જવાથી નાસ્તા ખાવા પીવાના પાણી તથા પૂજાની સામગ્રી ની મળતી સુવિધાઓ બંધ થઇ ગઈ છે. ટૂંક સમય માં આસો નવરાત્રી પણ આવી રહી છે.જેને લઇ લાખોની સંખ્યા માં ભક્તો ઉમટી પડશે.આગળ પાવાગઢ ના વિકાસ તથા ભવિષ્યના આયોજન માં અમારા માટે આજીવિકાનું એકમાત્ર આજ સાધન હોવાથી કાયમી ધોરણે નિકાલ કરવા જિલ્લા કલેક્ટર ને લેખિત અરજ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button