GUJARATHALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે રાજનગર ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત 2,86,400/- રૂ.નો મુદ્દામાલ ઝડપી પાડયો 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૧.૧.૨૦૨૪

હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે રાજનગર ગામેથી રુપિયા 86400/-નો વિદેશી દારૂ, રુપિયા 2 લાખ ની ઇકો કાર ઝડપી પાડી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ આર.એ.જાડેજા ને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે એક મારુતિ ઇકો કાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો લઇ હાલોલ તાલુકાના વિટોજ ગામે નર્મદા પુલ પાસેથી પસાર થવાની છે.જે બાતમી ના આધારે તેમને પોલીસ ટીમ બનાવી વિટોજ ગામે નર્મદા પુલ પાસે વોચમાં હતા.દરમ્યાન બાતમીવાળી કાર આવતા પોલીસે તે કારને રોકતા કાર ચાલકે ગાડી ન ઊભી રાખતા અને કારણે ભગાડતાં પોલીસે તે કારનો પીછો કરી તે ઇકો કારને પોલીસે વાઘોડિયા તાલુકાના રાજનગર ગામેથી રોડની સાઇડ માથી ઝડપી પાડી હતી જોકે કાર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો અને પોલીસે તે કારમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં કવાટરિયા નંગ 720 તેમજ બીયર નાં ટીન નંગ 144 જેની કુલ કિંમત રૂ.86400/- નો જથ્થો મળી આવતા પોલીસે 2 લાખની કાર સહીત 86400/- ના મુદ્દામાલ ઝડપી પાડી ફરાર કારના ચાલક ગોરાંગ ગણપતભાઈ ચોહાણ રહે. બલિયાદેવ ગામ,તા.હાલોલ તેમજ કારનું પાયલોટિંગ કરતો ઇસમ વિજય ગુલાબભાઈ નાયક રહે. ડેસર વિરપુરા ફળિયું તા.હાલોલ નાઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી બંને ની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

[wptube id="1252022"]
Back to top button