DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળીયામાં ૨૬ જાન્‍યુઆરીની જિલ્‍લા કક્ષાની ઉજવણી સંદર્ભે રીહર્સલ યોજાયું

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની ૨૬મી જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્‍લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ, ભાણવડ રોડ ખંભાળીયા ખાતે સવારે ૦૯-૦૦ કલાકે થનાર છે. ઉજવણીના આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા આજે રીહર્સલ યોજવામાં આવ્‍યું  હતું. આ રીહર્સલ પુર્ણ થયા બાદ કલેકરટશ્રી એમ.એ. પંડ્યાએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, બેઠક વ્‍યવસ્‍થા, પાણીની વ્‍યવસ્‍થા, વગેરે બાબતે અધિકારીશ્રીઓને જરૂરી સુચનો પણ  કર્યા હતા.

આ  રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના પોલીસ વડાશ્રી નિતેષ પાંડે, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, ખંભાળીયા પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા સહિત જુદા-જુદા વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button