GUJARATJETPURRAJKOT

Rajkot: જુના મોબાઇલ ફોનના ખરીદ – વેચાણ અને નવું સીમકાર્ડના વેચાણ કરતા વેપારીઓએ ૩ વર્ષ રજીસ્ટર નિભાવવા હુકમ

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મોબાઇલ ફોન તથા સીમ કાર્ડથી થતા ગુન્હાઓ અટકાવવા રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચરે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતો સાથેના રજીસ્ટરો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટેરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામા અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટ રમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેચનાર/ ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.

આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button