GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની PMSHRI માધાપરવાડી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન સંપન

MORBI:મોરબીની PMSHRI માધાપરવાડી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન સંપન

મોરબી,પ્રવર્તમાન સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને જીવાતા જીવનનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય તેમજ આજના બાળકો ખુબજ હોંશિયાર, ખુબજ સ્માર્ટ હોય,વિવિધ પ્રવૃત્તિઓ જાતે કરતા હોય છે.અને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય છે ત્યારે PMSHRI માધાપરવાડીની ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ પોતાના વિજ્ઞાન વિષયમાં આવતા 30 જેટલા ગુરુત્વાકર્ષણબળ, હવાનું દબાણ,જવાળામુખી,ગાણિતિક ચુંબક,પ્રકાશના નિયમો વગેરે પ્રયોગોના કાર્યાન્વિત મોડેલ બનાવી વિજ્ઞાન પ્રદર્શન યોજયું હતું.જેમાં બંને શાળાના કુલ મળીને 700 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.પ્રદર્શન નિહાળવા પ્રવિણભાઈ ભોરણીયા આસી.ડીપીસી સમગ્ર શિક્ષા અભિયાન તેમજ મહાવીરસિંહ ઝાલા સીઆરસી કો.ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન પ્રદર્શનની કૃતિઓ તૈયાર કરાવવા ગણિત- વિજ્ઞાન શિક્ષિકા બહેનો ચાંદનીબેન સાંણજા અને નિલમબેન ગોહિલે બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દયાળજી બાવરવા, જયેશભાઈ અગ્રાવત અને હિતેશભાઈ બરાસરા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા પ્રીન્સિપાલે સભાળ્યું હતું

[wptube id="1252022"]
Back to top button