
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૧/૨૦૨૪
શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગ સંચાલિત શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે બાયસેગ પ્રોગ્રામ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનુ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શાળાના બાળકોને બતાવવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મની શરૂઆત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ ‘પરીક્ષા પે ચર્ચા’નું મહત્વ સમજાવતું સુંદર ગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેશના જુદા-જુદા રાજ્યો માથી બાળકોએ પરીક્ષાની મુઝવણ અંગે જુદા-જુદા પ્રશ્નો પૂછ્યા હતા. તેના જવાબમાં પ્રધાનમંત્રીએ સુંદર જવાબો આપ્યા હતા. જવાબ રૂપે તેમણે કહ્યું કે સૌએ પરીક્ષાની ખોટી ચિંતા કરવી નહીં.. બાળકોના માતા – પિતાએ પણ પોતાના બાળકો સાથે બેસીને તેમની ચિંતા કે બીક ઓછી થાય એવી ચર્ચા કરવી. બાળકોને પરીક્ષા અંગે તણાવ ઓછો થાય એના માટે શાળાના શિક્ષકોએ પણ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.. ત્યાર બાદ જીવનમાં શિક્ષણ સાથે શરીરનું સ્વાસ્થ્ય એટલુંજ જરૂરી છે.. તથા જીવનમાં કારકિર્દી ઘડવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવી યોગ્ય રસ્તો પસંદ કરવો… તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો પણ યોગ્ય ઉપયોગ કરવો કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રીએ તેઓ પોતે કઈ રીતે મોટા મોટા પડકારો સામે રસ્તાઓ કાઢે છે તેની સુગર માહિતી આપી હતી.
આ પ્રસંગે કાર્યક્ર્મના કન્વીનર એમ.કે.યાદવ, સંકેત પંચાલ, શાળાના આચાર્ય આર.એલ.વસાવા, ધોરણ ૯ થી ૧૨ના ૯૧૦ જેટલા વિદ્યાર્થીઓ શાળા પરિવારે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.








